PNG સિસ્ટમમાં ગેસ સીધો પાઇપલાઇન દ્વારા તમારા ઘરે પહોંચે છે. એટલે સિલિન્ડર ખાલી થઈ જશે તેવી ચિંતા રહેતી નથી. તમને વારંવાર ગેસ બુક કરાવવાની પણ જરૂર નથી પડતી.
બીજી તરફ LPG સિલિન્ડરમાં ગેસ પૂરો થઈ જાય તો ફરીથી સિલિન્ડર મંગાવવો પડે છે. ક્યારેક બુકિંગ કર્યા પછી પણ ડિલિવરી માટે રાહ જોવી પડે છે.
આ કારણે જે ઘરમાં રોજ રસોઈ વધુ થાય છે અથવા ગેસનો ઉપયોગ વધારે હોય છે, ત્યાં PNG વધુ આરામદાયક અને સરળ વિકલ્પ બની શકે છે.
ખર્ચની દ્રષ્ટિએ કયું સસ્તું?
ખર્ચની બાબતમાં પણ LPG અને PNG વચ્ચે થોડો ફરક જોવા મળે છે.
ભારતમાં ઘરેલું LPG સિલિન્ડર સામાન્ય રીતે 14.2 કિલોગ્રામનું હોય છે. તેની કિંમત શહેર પ્રમાણે અંદાજે ₹800 થી ₹1100 સુધી હોઈ શકે છે.
જ્યારે PNG ગેસમાં મીટર લગાડવામાં આવે છે, એટલે જેટલો ગેસ વપરાશ થાય એટલું બિલ આવે છે.
ઘણા શહેરોમાં PNG નો દર લગભગ ₹40 થી ₹60 પ્રતિ યુનિટ હોય છે. એટલે કે તમે જેટલો ગેસ વાપરો, એટલું જ પૈસા ચૂકવવાના રહે છે.
જો ઘરમાં ગેસનો ઉપયોગ વધારે થાય છે તો લાંબા ગાળે PNG થોડું સસ્તુ પડી શકે છે.
શું PNG વધુ સુરક્ષિત છે?
સલામતીની દ્રષ્ટિએ પણ PNG ને સારું માનવામાં આવે છે.
- ગેસ કંપનીઓ પાઇપલાઇન માટે કડક સુરક્ષા નિયમોનું પાલન કરે છે.
- સમયાંતરે તેની તપાસ પણ કરવામાં આવે છે.
હા, એટલું જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ કે પાઇપલાઇનનું ઇન્સ્ટોલેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય અને નિયમિત ચેકિંગ થતું રહે.
PNG ગેસ કનેક્શન કેવી રીતે મેળવવું?
જો તમે PNG કનેક્શન લેવા માંગો છો, તો સૌથી પહેલા તપાસો કે તમારા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન ઉપલબ્ધ છે કે નહીં.
જો સુવિધા ઉપલબ્ધ હોય તો નીચેના પગલાં અનુસરો:
- તમારા શહેરની ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- ત્યાંથી PNG કનેક્શન માટે ઑનલાઇન અરજી કરો.
- અરજી માટે સામાન્ય રીતે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:
- આધાર કાર્ડ
- ઓળખનો પુરાવો
- સરનામાનો પુરાવો
- અરજી મંજૂર થયા પછી કંપનીનો ટેકનિશિયન તમારા ઘરે આવી પાઇપલાઇન અને ગેસ મીટર ઇન્સ્ટોલ કરે છે.
- ત્યારબાદ થોડા દિવસોમાં તમારું PNG કનેક્શન શરૂ થઈ જાય છે.