ગેસ કનેક્શન ધરાવતા લોકો માટે મોટી ખબર:સિલિન્ડર અંગે સરકારનો મહત્વનો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી LPG ગેસ સપ્લાયને લઈને દેશમાં ચર્ચા વધી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે ખાસ કરીને PNG ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે મહત્વનો છે. LPG Crisis Update

નવા નિયમ મુજબ હવે જેમના ઘરમાં પહેલેથી પાઇપ દ્વારા આવતો PNG ગેસ કનેક્શન છે તેઓ ઘરેલું LPG ગેસ સિલિન્ડર રાખી શકશે નહીં. એટલું જ નહીં, આવા ગ્રાહકોને LPG સિલિન્ડર રિફિલ પણ આપવામાં આવશે નહીં.

સરકારે શું નિર્ણય લીધો?

ભારતના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે તાજેતરમાં ગેસ સપ્લાય અંગે સુધારેલા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી પાઇપલાઇન દ્વારા આવતો PNG ગેસ કનેક્શન હોય અને સાથે LPG સિલિન્ડર પણ હોય, તો તેને LPG કનેક્શન રાખવાની મંજૂરી નહીં મળે.

સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આવા ગ્રાહકોને પોતાનું ઘરેલું LPG કનેક્શન તરત જ સમર્પિત કરવું પડશે.

સરકારી તેલ કંપનીઓ અને તેમના ડિસ્ટ્રિબ્યુટરોને પણ સૂચના આપવામાં આવી છે કે PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોને LPG સિલિન્ડર અથવા તેની રિફિલ ન આપવી.

ભારતમાં LPG સપ્લાય અંગે સરકારનું નિવેદન

  • સરકારે લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે દેશમાં હાલમાં રસોઈ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલે સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાવાની જરૂર નથી.
  • સરકારનું કહેવું છે કે જ્યાં PNG ગેસની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં લોકો આ કનેક્શન માટે અરજી કરે તો ગેસ સપ્લાય વધુ સરળ બની શકે છે.
  • PNG ગેસ સીધો પાઇપ દ્વારા ઘરમાં પહોંચે છે, એટલે સિલિન્ડર બદલવાની ઝંઝટ પણ રહેતી નથી.

Leave a Comment

💵 હપ્તો ચેક 👉 ₹2000