ભારતની સૌથી મોટી સરકારી ઇન્શ્યોરન્સ કંપની LIC (Life Insurance Corporation) ને આ વર્ષે શેરબજારના ઘટાડાને કારણે મોટું નુકસાન થયું છે. LIC Holding
રિપોર્ટ મુજબ, 2026 દરમિયાન અત્યાર સુધી LIC ને પોતાની ટોપ 5 રોકાણવાળી કંપનીઓમાંથી લગભગ ₹47,000 કરોડનું નુકસાન થયું છે.
ડિસેમ્બર 2025 સુધી LIC પાસે કુલ ₹17.50 લાખ કરોડ જેટલું રોકાણ હતું.
આ 5 મોટી કંપનીઓમાં LIC નું મોટું રોકાણ
LICએ દેશની કેટલીક મોટી કંપનીઓમાં મોટો હિસ્સો લીધો છે. જેમાં ખાસ કરીને આ કંપનીઓનો સમાવેશ થાય છે.
- Reliance Industries
- State Bank of India (SBI)
- ITC Limited
- Infosys Limited
- Larsen & Toubro (L&T)
આ પાંચ કંપનીઓમાં LICના રોકાણની કુલ કિંમતમાં લગભગ 10.32% ઘટાડો નોંધાયો છે.
ડિસેમ્બર 2025માં આ કંપનીઓમાં LICનું રોકાણ લગભગ ₹4.53 લાખ કરોડ હતું.
હાલમાં તેની કિંમત ઘટીને લગભગ ₹4.06 લાખ કરોડ થઈ ગઈ છે.
Reliance ના શેરમાં ઘટાડાથી LIC ને નુકસાન
Reliance Industries માં LICનો લગભગ 6.82% હિસ્સો છે.
- હાલ તેની કિંમત લગભગ ₹1,28,820 કરોડ છે
- જ્યારે ડિસેમ્બર 2025માં તેની કિંમત ₹1,44,842 કરોડ હતી
એટલે કે Relianceના શેરમાં ઘટાડાને કારણે LICને લગભગ ₹16,000 કરોડથી વધુ નુકસાન થયું છે.
SBI ના શેરથી થોડો ફાયદો
State Bank of India (SBI) માં LICનું મોટું રોકાણ છે.
આ વર્ષે SBIના શેરમાં લગભગ 10% જેટલો વધારો જોવા મળ્યો છે. જેના કારણે LICને લગભગ ₹10,000 કરોડ જેટલો ફાયદો થયો છે.
ITC ના શેરમાં મોટી ગિરાવટ2026માં ITC કંપનીના શેરમાં લગભગ 24% ઘટાડો નોંધાયો છે.
- આ કારણે LICને લગભગ ₹19,000 કરોડથી વધુ નુકસાન થયું છે.
- ITC માં LICનો હિસ્સો લગભગ 15.69% છે.
Infosys અને L&T માં પણ ઘટાડો
- Infosys કંપનીમાં LICનો હિસ્સો લગભગ 11.28% છે.
- 2026માં Infosysના શેરમાં લગભગ 19% ઘટાડો આવ્યો છે, જેના કારણે LICને લગભગ ₹14,600 કરોડનું નુકસાન થયું છે.
- તે જ રીતે Larsen & Toubro (L&T) ના શેરમાં પણ લગભગ 7% ઘટાડો નોંધાયો છે.