IDBI બેંક ભરતી 2026 – 1300 જગ્યાઓ માટે ભરતી શરૂ

જો તમે ગ્રેજ્યુએટ છો અને બેંકમાં નોકરી કરવાની ઈચ્છા રાખો છો, તો તમારા માટે સારી તક આવી છે. IDBI બેંક દ્વારા કુલ 1300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. IDBI Vacancy 2026

આ ભરતીમાં ખાસ કરીને Junior Assistant Manager (JAM) અને Assistant Manager Grade A માટે જગ્યાઓ રાખવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી શરૂ થવાની તારીખ: 8 માર્ચ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ: 19 માર્ચ 2026

ઉમેદવારો IDBI બેંકની ઓફિશિયલ વેબસાઇટ idbibank.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

કુલ ખાલી જગ્યાઓ

પદનું નામજગ્યાઓ
Assistant Manager (Grade A)200
Junior Assistant Manager (JAM) Grade O1100
કુલ જગ્યાઓ1300

Junior Assistant Manager (JAM) માટે લાયકાત

ઉંમર મર્યાદા:

  • ઓછામાં ઓછી: 20 વર્ષ
  • વધુમાં વધુ: 25 વર્ષ

શૈક્ષણિક લાયકાત:

  • કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (Graduate) પૂર્ણ હોવું જરૂરી.

પાસિંગ માર્ક્સ:

  • General / OBC / EWS – ઓછામાં ઓછા 60%
  • SC / ST – ઓછામાં ઓછા 55%

વર્ષિક પગાર:
લગભગ ₹6.14 લાખ થી ₹6.50 લાખ સુધી

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કા દ્વારા કરવામાં આવશે:

  1. Online Test (ઓનલાઈન પરીક્ષા)
  2. Document Verification (દસ્તાવેજ ચકાસણી)
  3. Personal Interview (વ્યક્તિગત ઇન્ટરવ્યુ)
  4. Medical Test (મેડિકલ ચકાસણી)

આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતિમ પસંદગી કરવામાં આવશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ભરતી

IDBI સિવાય Central Bank of India દ્વારા પણ લગભગ 275 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

આ ભરતીમાં વિવિધ ટેકનિકલ અને પ્રોફેશનલ પદો સામેલ છે, જેમ કે:

  • IT Officer
  • Software Developer
  • Data Scientist
  • Cyber Security Specialist
  • Cloud Engineer
  • Risk Manager

ઉંમર મર્યાદા:

  • ઓછામાં ઓછી: 23 વર્ષ
  • વધુમાં વધુ: 40 વર્ષ

ઘણા પદો માટે BE / BTech / MCA / MBA / CA જેવી લાયકાત માંગવામાં આવી છે અને કેટલાક પદો માટે કામનો અનુભવ પણ જરૂરી છે.

રસ ધરાવતા ઉમેદવારો Central Bank of India ની ઓફિશિયલ વેબસાઇટ centralbank.bank.in પર જઈને અરજી કરી શકે છે.

Leave a Comment

💵 હપ્તો ચેક 👉 ₹2000