2026માં Holi ક્યારે મનાવવી તેની લઈને ઘણા લોકોમાં ગૂંચવણ છે. ખાસ કરીને ચંદ્રગ્રહણના કારણે લોકો જાણવા માંગે છે કે હોલિકા દહન ક્યારે કરવું અને રંગોની Holi ક્યારે રમવી? ચાલો આને સરળ ભાષામાં સમજીએ. holika dahan muhurat 2026
2026માં Holika Dahan ક્યારે?
હિંદુ પંચાંગ મુજબ ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 2 માર્ચ 2026ની સાંજે 5:45 વાગ્યે શરૂ થાય છે અને 3 માર્ચ સાંજે લગભગ 5 વાગ્યા સુધી રહે છે.
શાસ્ત્ર મુજબ Holika Dahan માટે પૂર્ણિમા, પ્રદોષ સમય અને ભદ્રા રહિત સમય મહત્વનો માનવામાં આવે છે. 2 માર્ચની સાંજથી ભદ્રાકાળ શરૂ થઈ જાય છે, તેથી સીધો સમય યોગ્ય માનવામાં આવતો નથી.
પરંતુ ભદ્રાના પુચ્છ કાળમાં દહન કરવું શુભ માનવામાં આવે છે.
Holika Dahan શુભ મુહૂર્ત
2 માર્ચ 2026 (સોમવાર) રાત્રે
રાત્રે 11:53 થી 1:26 સુધી (ભદ્રા પુચ્છ સમય)
આ સમય દરમિયાન Holika Dahan કરવું શાસ્ત્ર અનુસાર યોગ્ય માનવામાં આવે છે.
3 માર્ચે ચંદ્રગ્રહણ — કેમ મહત્વનું?
3 માર્ચ 2026ના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પડશે અને તે ભારતમાં દેખાશે. તેથી તેનો સૂતક કાળ માન્ય રહેશે.
ચંદ્રગ્રહણ સમય
બપોરે લગભગ 3:21 થી સાંજે 6:47 સુધી
સૂતક કાળ
સવારથી શરૂ થઈને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી માન્ય રહેશે.
ધાર્મિક માન્યતા મુજબ સૂતક અને ગ્રહણ દરમિયાન શુભ કાર્યો અને તહેવાર ઉજવણી ટાળવી યોગ્ય ગણાય છે.
રંગોની Holi 2026 ક્યારે રમાશે?
જ્યોતિષાચાર્યો અને પંડિતોના મત મુજબ, કારણ કે 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, તેથી એ દિવસે Holi રમવી શુભ માનવામાં આવતી નથી.
એટલે 2026માં:
- Holika Dahan — 2 માર્ચ રાત્રે
- રંગોની Holi — 4 માર્ચ 2026
4 માર્ચે ગ્રહણ અને સૂતકનો કોઈ પ્રભાવ નહીં રહે, તેથી એ દિવસે Holi ઉજવવી વધુ શુભ અને યોગ્ય માનવામાં આવે છે.